અભ માં જીણી જબુકી વીજળી
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતાલ સૂબો
ગુલાબી ! કેમ જાશો ચાકરી રે !
આભમાં…
ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં…
તમને વા’લી દરબારી ચાકરી રે
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહી જાવા દઉં ચાકરી રે !
આભમાં…
← Back to Lokgeet List