ભલા ભણેજડા સરોવર જાવું ત્યાં
ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…
નાક કેરી નથણી લઈ ગયો વિઠ્ઠલો ને
નાકે અડવી થાઉં રે ભાણેજ - સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…
ડોક કેરો હારલો લઈ ગયો વિઠ્ઠલો ને
ડોકે અડવી થાઉં રે ભાણેજ - સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…
કાન કેરા કુંડળ લઈ ગયો વિઠ્ઠલો ને
કાનને અડવ થાઉં રે ભાણેજ - સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…
કેડ કેરો કંદોરો લઈ ગયો વિઠ્ઠલો ને
કેડે અડવી થાઉં રે ભાણેજ - સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…
પગ કેરા ઝાંઝર લઈ ગયો વિઠ્ઠલો ને
પગે અડવી થાઉં રે ભાણેજ - સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…
← Back to Lokgeet List