હરી હરી તે વન નો મોરલો ગિરિધારી રે

હિર હિર તે વનનો મોરલો ગિરધારી,
રાણી રાધા ટુંબે રમે ઢેલ જીવણ વારી રે.

મોટાં મોટાં માધવપુર ગામડાં ગિરધારી,
મોટાં મોટાં માધવરાયના ધામ જીવણ.

મોટાં મોટાં રાજપર ગામડાં ગિરધારી,
મોટાં મોટાં ખોડિયારમાના નામ જીવણ.

ઊંચા ઊંચા કનકાઇના ડુંગરા ગિરિધારી,
મોટા મોટાં કનકાઇ માના નામ જીવણ.
← Back to Lokgeet List