મુને ઢોલે રમવા મેલ | Mune Dhole Ramva Mel

હે…. મુને ઢોલે રમવા મેલ મારા મારા વાલિયા
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે
હે…..મારા હો મારા..
રુદિયે રમી ઢેલ મારા વાલણ
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હા…. મારે પગે આ કડલાં ટુંકા રે પડે
હે….મુને ફરીને ઘડાવી દે મારા વાલિયા
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હા… તારા પગ પરમાણે કેતો કડલા ઘડાવું
હે….પેલાં મન મેલી રમજો ધમાલ મારા વાલણ
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હા… તારી રાઠોડી મોજડીએ હીરલાં સોહે
હે….સોહે આંગળીએ ઘૂમતાં (…….) મારા વાલિયા
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હા….. તારી પાતળી કેડ્યને જોબન ભારે
હે….જોજે કેડ્ય ના લળી લળી જાય મારા વાલણ
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હે…..મુને ઢોલ રમવા મેલ મારા વાલિયા
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

← Back to Lokgeet List