જીણી જીણી મોરલિયું વાગે છે

ઝીણી ઝીણી મોરલીયું વાગે છે,
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે,
હે મોરલિયું વાળા કાન,
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે...

હે કાન કેતો તો કડલાં હું લાવિશ,
હે મને ખોટા દલાહા દીધા,
મોરલીયું વાળા એ,
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે,
હે રૂડી રૂડી મોરલીયું વાગે છે...

હે કાન કેતો જુમડા હું લાવીશ,
હે મને ખોટા દલાહા દીધા,
મોરલીયું વાળા એ,
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે,
હે રૂડી રૂડી મોરલીયું વાગે છે...

હે કાન કેતો તો હારલો હું લાવીશ,
હે મને ખોટા દલાહા દીધા,
મોરલીયું વાળા એ,
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે,
હે રૂડી રૂડી મોરલીયું વાગે છે...
← Back to Lokgeet List