કાંકરીના માર્યા કદી ન મરીએ

કાંકરીના માર્યા કદી ન મરીએ
મેણાંના માર્યા મરીએ વાલોડા નેડો લગાડયો તમ સાથે રે

રસિયે વાડી રોપાવી એલચીની રે
એલચી વીણવા જઈએ વાલીડા નેડો લગાડયો તમ સાથે રે.

કાંકરીના...

રસિયે વાડી રોપાવી લવિંગની રે
લવિંગ વીણવા જઈએ વાલીડા નેડો લગાડયો તમ સાથે રે.

કાંકરીના...

રસિયે વાડી રોપાવી જમરૂખની રે
જમરૂખ વીણવા જઈએ વાલીડા નેડો લગાડચો તમ સાથે રે.

કાંકરીના...

રસિયે વાડી રોપાવી દાડમની
દાડમ વીણવા જઈએ વાલીડા નેડો લગાડ્યો તમ સાથે રે. રે

કાંકરીના...
← Back to Lokgeet List