કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…
હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો (2)
હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા…
ધજા બાવન ગજની ફકરે, જોઈ હૈયું મારુ હરખે (2)
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા…
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2)
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા...
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2)
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા...
વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2)
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા…