કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે

કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે
હૈયડે, મારા મારા હૈયડે,
મારા હૈયડે ટાંક્યા મોર રે રાજ કોયલ બોલે
હૈયડે, મારા મારા હૈયડે,
મારા હૈયડે ટાંક્યા મોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે
હૈયડે, મારા મારા હૈયડે,
મારા હૈયડે ટાંક્યા મોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે

એ સસરાજી મારા લાખના રાજ કોયલ બોલે
સસરાજી મારા લાખના રાજ કોયલ બોલે
સાસુડી ,મારી સાસુડી ,
એ મારી સાસુડી કાળજાની કોર રે રાજ કોયલ બોલે
સાસુડી ,મારી સાસુડી ,
એ મારી સાસુડી કાળજાની કોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે

એ જેઠજી મારા લાખના રાજ કોયલ બોલે
જેઠજી મારા લાખના રાજ કોયલ બોલે
જેઠાણી ,મારી જેઠાણી ,
મારી જેઠાણી જોડાજોડ કોર રે રાજ કોયલ બોલે
જેઠાણી ,મારી જેઠાણી ,
મારી જેઠાણી જોડાજોડ કોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે

એ દેરજી મારા લાખના રાજ કોયલ બોલે
દેરજી મારા લાખના રાજ કોયલ બોલે
દેરાણી ,મારી દેરાણી ,
મારી દેરાણી લેરાલેર કોર રે રાજ કોયલ બોલે
દેરાણી ,મારી દેરાણી ,
મારી દેરાણી લેરાલેર કોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે

એ નણદલ મારી નવલાખની રાજ કોયલ બોલે
નણદલ મારી નવલાખની રાજ કોયલ બોલે
પરણ્યો ,મારો પરણ્યો
મારો પરણ્યો ચિતડાનો ચોર રે રાજ કોયલ બોલે
પરણ્યો ,મારો પરણ્યો
મારો પરણ્યો ચિતડાનો ચોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે
કિનખાબી કપડાની કોર રે રાજ કોયલ બોલે
હૈયડે, મારા મારા હૈયડે,
મારા હૈયડે ટાંક્યા મોર રે રાજ કોયલ બોલે
હૈયડે, મારા મારા હૈયડે,
મારા હૈયડે ટાંક્યા મોર રે રાજ કોયલ બોલે
← Back to Lokgeet List