કુંજલડી રે સંદેશો અમારો, જઈ વાલમને કે'જો જી રે!
માણસ હોય તો મુખોમુખ બોલે, લખો અમારી પાંખલડી રે. કુંજલડીo
સામા કાંઠાનાં અમે પંખીડાં, ઉડી ઉડી આ કાંઠે આવ્યાં જી રે. કુંજલડીo
કુંજલડીને વા’લો મીઠો મેરામણ, મોરને વા’લું ચોમાસું જી રે. કુંજલડીo
રામ લખમણને સીતાજી વા’લાં, ગોપિયુંને વાલા કાનુડો જી રે. કુંજલડીo
પ્રીતિ-કાંઠાનાં અમે રે પંખીડાં, પ્રીતમસાગર વિના સૂનાં જી રે, કુંજલડીo
હાથ પરમાણે ચૂડલો રે લાવજો, ગુજરીમાં રતન જડાવજો જી રે. કુંજલડીo
ડોક પરમાણે ઝરમર લાવજો, તુલસીએ મોતીડા બંધાવજો જી રે. કુંજલડીo
પગ પરમાણે કડલાં લાવજો, કાંબીયુંમાં ઘૂઘરા બંધાવજો જી રે. કુંજલડીo