લીલી લીંબડી રે | Lili Limbdi Re

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે રે,
પ્રભુજી દાતણ કરતા જાવ,
દાતણ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતાં એકલા રે, જુએ રામ લખમણની વાટ

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે રે,
પ્રભુજી ના’વણ કરતા જાવ
નાવણ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતાં એકલા રે, જુએ રામ લખમણની વાટ

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે રે,
પ્રભુજી ભોજન કરતા જાવ
ભોજન કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતાં એકલા રે, જુએ રામ લખમણની વાટ

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે રે,
પ્રભુજી મુખવાસ કરતા જાવ
મુખવાસ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતાં એકલા રે, જુએ રામ લખમણની વાટ

← Back to Lokgeet List