લીંબુડા ઝૂલે તારા બાગમાં

લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં

હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં

એ લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં

ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા
ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા

હેજી તમને દેશુ કાંઇ મેડીયુના મોલ રે
વાલા મારા પ્રીતુ ની રીત્યુ ને નીભાવશુ
વાલા મારા પ્રીતુ ની રીત્યુ ને નીભાવશું

હે..બંધાયો તારી હારે બોલથી
ગોરાંદે મોરી બંધાયો તારી હારે બોલથી
ગોરાંદે મોરી બંધાયો તારી હારે બોલથી
હે તમે રેજો રજવાડા ની રીત રે
પ્રીતડી ને શોળે સણગાર થી સજાવશું
આ પ્રીતડી ને શોળે સણગાર થી સજજાવશું

પોઢણ દેશુ તમને ઢોલીયા છબીલા લાલ
પોઢણ દેશું તમને ઢોલીયા
હેજી તમને દેશું કાંઇ હીંડોળા ખાટ રે
જાગરે કાયાના કોડીયા ને બાળશું

આ પ્રીતડી ને શોળે સણગાર થી સજાવશું
જાગરે કાયાના કોડીયા ને બાળશું
આ પ્રીતડી શોળે સણગાર થી સજાવશું
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
← Back to Lokgeet List