મારું વૃંદાવન છે રૂડુંરે | Maru Vrundavan Che Rudhu Re

મારું વૃંદાવન છે રૂડુંરે, વૈકુંઠ નહિ રે આવું
નહિ આવું નંદાજીના લાલ નહિ આવું —ટેક.

બેશીને રેવું ને ટગ ટગ જોવું, નહિ ખાવું નહિ પીવુંરે
વૈકુંઠ નહિ...

વૈમાન મોકલો તો મોકલો વેહેલું,
હું આવીશ સૌના પેહેલુંરે
વૈકુંઠ નહિ...

બ્રહ્મના લોક તો છે અતિ કૂડાં,
વાસી વ્રજના રૂડાંરે
વૈકુંઠ નહિ...

જે વિષે બે પોળીયા હુતાં,
તેને તત્ક્ષણ મેલ્યા કહાડીરે
વૈકુંઠ નહિ...

નરસૈંયાચો સ્વામી અંતરજામી,
તમે સાંભળોને સારંગપાણીરે
વૈકુંઠ નહિ...

← Back to Lokgeet List