મથુરામાં વાગી મોરલી
મથુરામાં વાગી મોરલી
ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
ઉતારા દેસુ ઓરડા
દેસુ મેડી ના મોલ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
દાતણ દેસુ દાળમી
પિત્તળીયા લોટા દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
નાવણ દેસુ કુંડિયું
જીલણીયા તળાવ દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
ભોજન દેસુ લાફશી
સંકરિયો કંસાર દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મુખવાસ દેસુ એલસી
પાનના બિડલા દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
પોઢણ દેસુ ઢોલિયા
દેસુ હીંડોળાખાટ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરામાં વાગી મોરલી
ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
← Back to Lokgeet List