મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન

અમે મૈયારા કંસ રાજાના વાલા કોઈને ના દઈએ દાણ રે
હા રે કોઈને ના દઈએ દાણ રે
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મેલી દીયો ને સુંદર શ્યામ રે
અમે મૈયારા કંસ રાજાના વાલા કોઈને ના દઈએ દાણ રે...

અષાઢે ગંગા વાલા, ઓલે કાઠે જાવાના ને,
વચમાં છે ગોકુળિયું ગામ હા રે વાલા
વચમાં છે ગોકુળિયું ગામ
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મારગડો મારો મેલી દીયો...

દુધે ભરી છે તલાવડી ને, મોતીડે બાંધી પાળ રે,
હા રે વાલા મોતીડે બાંધી પાળ રે
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મારગડો મારો મેલી દીયો...

દૂધ તમારા ઢોળાઇ જશેને, તૂટશે મોતીડાંની પાળ
હા રે વાલા તૂટશે મોતીડાં ની પાળ
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મારગડો મારો મેલી દીયો...

ક્યા રાજાનો તુ બેટડોને શુ છે તમારા નામ છે
હા રે વાલા શુ છે તમારા નામ
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મારગડો મારો મેલી દીયો ને...

નંદ રાજા નો હું બેટડોને,
કાન કુંવર અમારા નામ હા રે વાલા
કાન કુંવર અમારા નામ
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મારગડો મારો મેલી દીયો...

← Back to Lokgeet List