હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે સસરો એકલા રે!
"તમારી વારી હું નહીં રે વળું રે!"

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો चली રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે જેઠજી એકલા રે!
"તમારી વારી હું નહીં રે વળું રે!"

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે દે'ર જી લાડકા રે!
"તમારી વારી હું તો નહીં રે વળું રે!"

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો चली રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે પરણ્યો પાતળા રે!
"તમારી વાળી હું તો ઝટ રે વળું રે!"

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર નહીં જાઉં, રંગ મોરલી!

← Back to Lokgeet List