મોરલી વાગે ને મારા મન હારે
મોરલી વાગે ને મારાં મન હરે,
આજ મારાં દલડાં ગ્યાં છે દૂર રે
આંખલડીનો ચાળો વાલે મારે ભલે કર્યો
આજના ઉતારા પરભુ આંયાં કરો
ઉતારા કરશું માનેતીને મોલ રે
આંખલડીનો ચાળો વાલે મારે ભલે કર્યો
મોરલી વાગે ને...
આજના દાંતણિયા પરભુ આંયાં કરો
દાંતણ કરશું માનેતીને મોલ રે
આંખલડીનો ચાળો વાલે મારે ભલે કર્યો
મોરલી વાગે ને...
આજના નાવણિયા પરભુ આંયાં કરો
નાવણ કરશું માનેતીને મોલ રે
આંખલડીનો ચાળો વાલે મારે ભલે કર્યો
મોરલી વાગે ને...
આજના ભોજનિયાં પરભુ આંયાં કરો
ભોજન કરશું માનેતીને મોલ રે
આંખલડીનો ચાળો વાલે મારે ભલે કર્યો
મોરલી વાગે ને...
← Back to Lokgeet List