મુખમાં મોરલી ને કાખમાં ઝોળી

મુખમાં મોરલી ને કાખમાં ઝોળી
ખભે ઉપાડેલ કાળો નાગ જોગીબાવા,
જોગીબાવા જોગણ બનાવી મુને આજ.

જોગીબાવાને ઉતારા ઓરડા
જોગણને મેડી કેરા મોલ જોગીબાવા,
જોગીબાવા જોગણ બનાવી મુને આજ.

જોગીબાવાને પોઢણ ઢોલિયા,
જોગણને હિડોળા ખાટ જોગીબાવા
જોગીબાવા જોગણ બનાવી મુને આજ.

જોગીબાવાને નાવણ કુંડિયાં,
જોગણને જમુનાનાં નોર જોગીબાવા
જોગીબાવા જોગણ બનાવી મુને આજ

જોગીબાવાને દાતણ દાડમ ,
જોગણને કણેરીની કાંબ જોગીબાવા
જોગીબાવા જોગણ બનાવી મુને અ.જ.

જોગીબાવાને ભોજન લાપસી,
જોગણન કઢિયેલાં દૂધ જોગીબાવા
જોગીબાવા જોગણ બનાવી મુને આજ

જોગીબાવાને મુખવાસ એલચી,
જોગણને બીડલાં પાન જોગીબાવા
જોગીબાવા જોગણ બનાવી મુને આજ

← Back to Lokgeet List