પાણી ગ્યાતા રે બેની | Pani Gyata Re Beni

પાણી ગ્યાતા રે બેની અમે તળાવના રે
પાળે થી લપચ્યો પગ બેડા મારા નદવાણા રે

પાણી ગ્યાતા રે બેની તમે તળાવના રે
પાળે થી લપચ્યો પગ બેડા તારા નદવાણા રે

ચૌરે બેઠા રે બેની તારા સસરાજી રે
કેમ કરી ઘરમાં જઈશ બેડા તારા નદવાણા રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટા રે
રૂમઝુમ કરતી જઈશ કે બેડા મારા નદવાણા રે

પાણી ગ્યાતા રે બેની તમે તળાવના રે
પાળે થી લપચ્યો પગ બેડા તારા નદવાણા રે

ડેલીયે બેઠા રે બેની તારા જેઠજી
કેમ કરી ઘરમાં જઈશ બેડા તારા નદવાણા રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટા રે
ધમ ધમ કરતી જઈશ કે બેડા મારા નદવાણા રે

પાણી ગ્યાતા રે બેની તમે તળાવના રે
પાળે થી લપચ્યો પગ બેડા તારા નદવાણા રે

ઓસરીયે બેઠા રે બેની તારા સાસુજી
કેમ કરી ઘરમાં જઈશ બેડા તારા નદવાણા રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટા રે
હળવે હળવે કરતી જઈશ કે બેડા મારા નદવાણા રે

પાણી ગ્યાતા રે બેની તમે તળાવના રે
પાળે થી લપચ્યો પગ બેડા તારા નદવાણા રે

ઓરડામાં બેઠા રે બેની તારા પરણિયાજી
કેમ કરી ઘરમાં જઈશ બેડા તારા નદવાણા રે

આઘા રાખીશ રે બેની મારા ઘૂમટા રે
મલકી મલકી કહીશ કે બેડા મારા નદવાણા રે

પાણી ગ્યાતા રે બેની તમે તળાવના રે
પાળે થી લપચ્યો પગ બેડા તારા નદવાણા રે

← Back to Lokgeet List