રામ લક્ષ્મણ બે બંધવ રે

રામ લખમણ બે બાંધવા રામૈયા રામ
બેય ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ

રામને તરસ્યું લાગિયું રામૈયા રામ
લખમણ વીર પાણીડાં લાવ રે રામૈયા રામ

ઝાડે ચડી જળ જોઈ વળ્યા રામૈયા રામ
ક્યાંય ન દીઠું અમૃત નીર રે રામૈયા રામ

ખેતર વચ્ચે ખરખરડી રામૈયા રામ
છેટેથી તબક્યાં છે નીર રે રામૈયા રામ

વનરા તે વનમાં વાવલડી રામૈયા રામ
પાણી ભારે બાળ કુંવાર રે રામૈયા રામ

કોરી ગાગર જળે ભરી રામૈયા રામ
સીતા નાર પાણીડાંની હાય રે રામૈયા રામ

ભર્યો ઘડો રામ પી વળ્યા રામૈયા રામ
પાણી પીને પછિયાં- ઘરબાર રામૈયા રામ

જનક કેરી બેટડી રામૈયા રામ
હજી હું છું બાળ કુંવાર રામૈયા રામ

વનની ચોરી ચીતરી રામૈયા રામ
ધરતીના કીધા બજોઠ રામૈયા રામ

આભનો નાખ્યો માંડવો રામૈય રામ
વીજળીની કીધી વરમાળ રામૈયા

નવલખ ત.રા જોઈ રિયા રામૈયા રામ
પરણે પરણે સીતા ને શ્રીરામ રે રામૈયા રામ
← Back to Lokgeet List