રસિયો રૂપાળો રંગ રેલીયો
હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હે મારા માથે છે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી
મારા માથે છે પાણીડાંની હેલ રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
હે પછી જોજો વાછડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
પછી જોજો વાછડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
હે પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો મારો રસિયો રૂપાળો રંગ રેલીયો
હો ઘેર જાવું ગમતું નથી
← Back to Lokgeet List