સોના ઇંઢોણી રૂપા બેડલું

સોના ઇંઢોણી રૂપા બેડલું રે નાગર
ઊભા રો' રંગરસિયા
પાણીડાં ગઈ'તી તળાવ રે નાગર…

કાંઠે તે કાન ઘોડા ખેલવે રે નાગર…
કાન મુને ઘડૂલો ચડાવ રે નાગર…

તારો ઘડો ને ગોરી નહીં ચડે રે નાગર...
થા તું મારા ઘર કેરી નાર રે નાગર…

કેડ મરડીને ઘડો મેં ભર્યો રે નાગર…
તૂટી મારા કમખાની કસ રે નાગર…

ભાઈ રે દરજીડા વીરા વિનવું રે નાગર…
સાંધ મારા કમખાની કસ રે નાગર…

ટાંકે ટાંકે તે ઘમ્મર ઘુઘરી રે નાગર…
ટાંકે ટાંકે તે ઝીણા મોર રે નાગર…
← Back to Lokgeet List