સોના ની સાંકડે બંધાયો હિંડોળો

સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ,
રૂપાનાં કડલાં ચાર,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o

બાંયે બાજુબંધ બેરખા રે આંબાની ડાળ (૨)
કિનખાબી સુરવાલ,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o

ચડવા તે ઘોડલા હંસલા રે, આંબાની ડાળ (૨)
પિતળીયા પલાણ,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o

પગે રાઠોડી મોજડી રે, આંબાની ડાળ (૨)
ચાલે ચટકતી ચાલ,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o

માથે મેવાડી મોળિયાં, આંબાની ડાળ (૨)
દશે આંગળીએ વેઢ,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o
← Back to Lokgeet List