યમુના ને પાણી ગ્યાતે રે કાના ને જોયા
હે યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
હે એની અમને લાગી માયા રે સુધબુધ ખોયા
હે યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
એની અમને લાગી માયા રે સુધબુધ ખોયા
પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા
પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા
અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા
અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
ચાલ છે ચટકાળી તારી એના ઉપર જવું વારી
હો ચાલ છે ચટકાળી તારી એના ઉપર જવું વારી
એવી ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા
એવી ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
તારો ચુડલો લઉં પેરી ભલે થાતું જગ વેરી
તારો ચુડલો લઉં પેરી ભલે થાતું જગ વેરી
એવા જશોદાના લાલ લેરી રે કાનાને જોયા
એવા જશોદાના લાલ લેરી રે કાનાને જોયા
એવા યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
એની અમને લાગી માયા રે સુધબુધ ખોયા
← Back to Lokgeet List